Ambaji Temple (અંબાજી મંદિર)

અંબાજી ત્યાં જગત જનની માઁ અંબા સાક્ષાત બિરાજમાન છે. લાખો લોકોની આસ્થા નું પ્રતીક અંબાજી મંદિર. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી ને દર્શન કરવા આવે છે. અને માં જગદંબા દરેકની મનોકામના પુરી કરે છે.

અંબાજી એ એક મહત્વપૂર્ણ મંદિર નગર છે જેમાં દર વર્ષે લાખો ભક્તો મંદિરની મુલાકાત લે છે. તે 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી માતાનું મંદિર ભારતનું મુખ્ય શક્તિપીઠ છે. અંબાજી ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જીલ્લા માં રાજસ્થાન અને  ગુજરાત ની બોર્ડર પર આવલુ છે. તે પાલનપુરથી અંદાજે 65 કિમી, માઉન્ટ આબુથી 45 કિમી અને આબુ રોડથી 20 કિમી અને અમદાવાદથી 185 કિમી, કડિયાદરાથી 50 કિમીના અંતરે ગુજરાત અને રાજસ્થાન સરહદ નજીક સ્થિત છે.

અંબાજી માતાનું મૂળ સ્થાન  ગબ્બર ટેકરી પર છે. દર વર્ષે ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લે છે. ભાદરવી પૂર્ણિમા (પૂર્ણિમાનો દિવસ) પર મોટો મેળો ભરાય છે. દર વર્ષે દેશભરમાંથી લોકો સપ્ટેમ્બરમાં મા અંબેની પૂજા કરવા માટે તેમના વતનથી ચાલીને અહીં આવે છે. અને માતા ના દર્શન કરે છે.

આરાસુરી અંબે માતા અથવા અર્બુદા માતાજી બારડ પરમાર કુળ ની કુળદેવી છે.એક પરમાર રાજ્ય દાતા હતું .જે અંબાજી ના નજીક આવેલું છે.જે સમગ્ર દેશ ના પરમાર કુળ  ની રાજધાની તરીકે પણ ઓળખાય છે.

મંદિરમાં, દેવીની કોઈ છબી કે પ્રતિમા નથી, પવિત્ર “શ્રી વિસા યંત્ર” મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. યંત્રને કોઈ નરી આંખે જોઈ શકતું નથી. યંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. મંદિર માં દર્શન સવારે 6.00 થી 11.30, બપોરે 12.30 થી 4.30 અને સાંજે 6.30 થી 9.00 સુધી કરી શકાય છે.

અંબાજી મંદિર નો ઇતિહાસ એક પૌરાણિક કથા પર આધારિત છે.જ્યારે માતા સતી દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ માં આત્મદાહ કરી દે છે.ને ભગવાન શિવ દુઃખ માં તેનુ મૃત શરીર લઈ જાય છે.અને ગુસ્સા માં તાંડવઃ કરતા હોય છે.ત્યારે ભગવાન  વિષ્ણુએ સતીના શબ પર સુદર્શન ચક્રનો પ્રહર કરે છે. આના કારણે સતીના શરીરના 51 વિવિધ ભાગો સમગ્ર વિશ્વમાં અનેક સ્થળોએ પડ્યા હતા. જેમાં થી 51 શક્તિપીઠ ની સ્થાપના થઇ.અને એમાંથી માતા ના હૃદય નો ભાગ જ્યાં ધારા પર પડ્યો ત્યાં અંબાજી મંદિર ની સ્થાપના થઇ.અંબાજી મંદિર બધા શક્તિ પીઠ માં મુખ્ય શક્તિ પીઠ માનવ માં આવે છે .

અંબાજી મંદિર થી 4 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે.માતા નો હૃદય ભાગ અહીં પડ્યો હતો એવું માનવા માં આવે છે.અને ત્યાં પર્વત પર માતાનું મંદિર પણ આવેલું છે.પર્વત પર મંદિર સુધી જવા માટે 990 પગથિયાં છે.અને રોપવે  દ્વાર પણ જઈ શકાય છે.અહીં ગબ્બર પર મંદિર માં એક દીવો સતત પ્રજ્વલિત રહે છે.અને આ મંદિર અંબાજી મંદિર ના એક દમ બરાબર સામે આવેલું  છે.

 

ત્યાં કેવી રીતે પહોંચવું.

માર્ગ દ્વારા

અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક આવેલું છે. માઉન્ટ આબુ 45 કિમી, પાલનપુર 65 કિમી, અમદાવાદ 195 કિમી અને ઇડર 115 કિમી સહિત ઘણી જગ્યાએથી સીધી બસો ઉપલબ્ધ છે.

ટ્રેન દ્વારા

પાલનપુર સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન 65 કિમી દૂર છે.

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ સરદાર પટેલ એરપોર્ટ, અમદાવાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *